Padmasan(Lotus Pose)

Padmasan(Lotus Pose)

૧. પદ્માસન

 ‘પહ્મ’ એટલે કમળ.જયારે આ આસન કરવામાં આવે છે ત્યારે તે કમળ જેવું દેખાય છે.તેથી તેને ‘પદ્માસન’ નામ આપ્યું છે.આ આસન ‘કમલાસન’ નામથી પણ ઓળખાય છે. ધ્યાન અને જપ માટે પદ્માસન મુખ્ય છે.

પતિદ્ધ:

જમીન ઉપર બંને પગ લાંબા કરીને સીધા બેસો.પછી જમણો પગ ડાબા પગની સાથળ ઉપર અને ડાબો પગ જમણા પગની સાથળ ઉપર મુકો. પછી બંને હાથના અંગૂઠાઓને તર્જનીઓ સાથે મેળવીને ડાબો હાથ ડાબા પગના ધુંટણ ઉપર અને જમણો હાથ જમણા પગના ધુંટણ ઉપર મુકો.આંખો બંધ રાખો. આ આસન એકથી બે મિનિટ સુધી રાખવું અને પછી ધીમે ધીમે સમય વધારવો.

ફાયદા:

(૧) જપ, પ્રણ|યમ,ધારણા, ધ્યાન અને સમાધિ માટે આ આસનનો ઉપયોગ થાય છે.

(૨)આ આસનથી અંત:સ્ત્રાવી ગ્રંથીઓ (Endocrine gkands)કાર્યક્ષમ બને છે.

(૩)આ આસન દમ,અનીદ્ધા,હિસ્ટીરિયા જેવા રોગો દુર કરવામાં મદદરૂપ બને છે. અનીદ્ધાના રોગીઓ માટે તો આ આસન અમોધ સાધન છે.

(૪)આ આસન શરીર ની સ્થૂલતા ધટાડવામાં પણ મદદરૂપ બને છે.આ આસનથી જીવનશકિત (Vitality) ની વુદ્ધી થાય છે.

સાવચેતી : 

પગમાં કોઈ પણ પ્રકારની વધુ તકલીફ હોય તો આ આસન ન કરવુ.

    • Categories: Yoga & Relax