UttanPadasan(Both legs upward pose)

UttanPadasan(Both legs upward pose)

 ઉતાનપાદાસન 


      શરીરની સ્થૂળતા દુર કરવા માટે આ આસન ઘણું જ ઉપયોગી છે. 

      પદ્ધતિ :

પીઠ ઉપર સીધા સુઈ જાઓ. બંને હાથ શરીરની બાજુમાં રાખો. બંને પગની એડીઓ અને પંજા  જોડે રાખો. ધીમેથી શ્વાસઅંદર ખેંચો. પછી ધીમે ધીમે બંને પગ ઉપર લાવો છ થી આઠ સેકંડ ના આરામ પછી ફરીથી એ જ ક્રિયા કરો. શરૂઆતમાં દિવસમાં ચાર વખતઆ આસન કરવું.


      ફાયદા :

(૧) આ આસનથી પેટના સ્નાયુઓ સશક્ત બને છે અને પાચનતંત્ર વ્યવસ્થિત રીતે ચાલે છે.

(૨) આ આસનથી સ્વાદુપિંડ બરબર કામ કરવા મંડે છે. કબજિયાત અને અપાચન જેવી તકલીફો દૂર થાય છે.

(૩) આ આસનથી શરીરની સ્થૂળતા ઓછી થાય છે.

(૪) પીઠનો દુખાવો, કમર, નિતંબ તથા પેટમાં થતા કૃમિઓની તકલીફો દૂર કરવા માટે અથવા સુધારવા માટે આ આસન લાભદાયી છે.

(૫) હરસ – મસાની શરુઆત હોય તો તેના નિવારણ માટે આ આસન સારો એવો લાભ આપે છે.

(૬) હેડકી આવવી, જાન્ઘોમાં પીડા થવી, વારંવાર ઓડકાર આવવા, જરા જરા વારે મલવિસર્જન માટે હાજત થવી, અપાનવાયુનો વિકાર વગેરે અનેક દોષો આ આસનના અભ્યાસથી મટી જાય છે.


સાવધાની :

થોડું પાણી પીને આ આસન બેત્રણ વાર કરવાથી કબજીયાત દૂર થાય છે. યોગ્ય રીતે કરવાથી ઘુંટણનો દુખાવો પણ દૂર કરી શકાય., આથી પાચનશક્તી સુધરે છે.